Jaynarayan Group's Blog

Jay Narayanbapu!

Jay Narayan to all followers of bapu,

This video contains asthi visarjan of Shree Narayan Bapu, Tajpura.

હાલોલ તાલુકાના નાનકડાં તાજપુરાના ઉજજડ પ્રદેશમાં સેવાની ધુણી ધખાવી ગુજરાત સહિત દેશભરમાં મહેંક પ્રસરાવનાર પુ. નારાયણ બાપુએ દેહ ત્યાગ કરતાં લાખો ભાવીકોની આંખો અશ્રુથી છલકાઇ ઉઠી હતી. પુ. બાપુના દેહગમનના સમાચાર ભકતજનોમાં પ્રસરતાં તાજપુરામાં અંતિમ દર્શન માટે કિડિયારૂ ઉભરાયું હતું. જયનારાયણના જયઘોષ્ સાથે નારાયણ પરિવાના સ્વયંસેવકો અને ભકતજનોની સ્વયં શિસ્ત વરચે ભકતજનોએ પુ. બાપુના અંતિમ દર્શન કર્યા હતા. મોડી રાત સુધી બાપુના નશ્વરદેહના દર્શન માટે ભકતોનો ધસારો ચાલુ રહ્યો હતો.

સૌરાષ્ટ્રના થાન નજીકના સાંસર ગામે વિક્રમ સંવત ૧૯૬૮ના શ્રાવણ વદ આઠમના રોજ પિતા કાળીદાસ અને માતા કુંવરબાઇ રાજગોરના પરિવારમાં પુ.બાપુનો જન્મ થયો હતો. કુમારવસ્થામાં જ સૌરાષ્ટ્ર છોડી હાલોલ તાલુકાના નાનકડાં તરખંડા ગામમાં આવી પુ. બાપુએ પરિવાર સાથે કર્મકાંડનો વ્યવસાય શરૂ કર્યોહતો.

સંવત ૨૦૧૬ના કારતક સેદ ત્રીજના દિવસે પુ. બાપુએ તાજપુરા નજીકના ઉજજડ પ્રદેશમાં સેવાની ધુણી ધખાવી દેશ ભરમાં સુવાસ ફેલાવી હતી. શનિવારના રોજ કારતક સેદ સાતમના રોજ પુ. બાપુએ દેહત્યાગ કર્યોહતો. પુ. બાપુના દેહગમનના સમાચાર સાંભળી ગુજરાત સહિત ગુજરાત બહારથી ભાવીકો દર્શનાર્થે દોડી આવ્યા હતા. જયારે પુ. બાપુના અનુયાયીઓ એવા રાજકીય નેતાઓ અને સાધુ સંતો પણ તાજપુરા આવી પહોંરયા હતાં.

બાપુના દર્શનાર્થે બપોર સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ભાળુઓ ઉમટી પડયાં હતાં. ગાડીઓની કતારો અને ભકતોની ભીડ વરચે પણ તાજપુરામાં સ્વ્યં શિસ્તના દર્શન થતાં હતાં. નારાયણ પરિવારના સ્વયં સેવકો,પોલીસના બંદોબસ્ત વરચે પણ ભકતોની લાંબી કતારો પુ. બાપુના દર્શર્ન માટે જયનારાયણના જયઘોષ્ સાથે આગળ વધતી હતી. નાનકડાં તાજપુરામાં હજારોની સંખ્યામાં ભકતો ઉતરી પડતાં ગ્રામજનોએ ભકતો માટે પીવાના પાણીથી માંડી અનેક સેવાઓ આપી માનવતાનું ઉદાહરણ પુરુ પાડયું હતું.

jay narayan!

This slideshow requires JavaScript.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: