Jaynarayan Group's Blog

Jay Narayan Bapu! – Tajpura

Jay Narayan to all!

૫૧ બ્રાહ્મણોના વૈદિક મંત્રોરચાર વરચે અગ્િનદાહ દેવાયો: ભાવિકો ચોધાર આંસુ ખાળી શકયા : મુખ્યમંત્રી મોદીએ ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી

હાલોલ તાલુકાના યાત્રાધામ તાજપુરાના સંતશિરોમણિ પૂ.નારાયણબાપુનો નશ્વર દેહ આજે ગોપાષ્ટમીના દિવસે વૈદિક મંત્રોરચાર સાથે પંચમહાભૂતમાં વિલિન થયો હતો. આ પ્રસંગે પૂ. બાપુની વિદાયથી શોકમગ્ન બનેલા લાખો ભકતો ચોધાર આંસુને ખાળી શકયા ન હતા. અંતિમ સંસ્કારમાં મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ,ધારાસભ્યો સહિત અગ્રણીઓએ હાજરી આપી બાપુને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

તાજપુરાને કર્મભૂમિ બનાવી ખોબલા જેવડા ગામમાં સેવાની ધૂણી ધખાવી તેને યાત્રાધામનો દરજજો અપાવનાર પૂ. નારાયણબાપૂની સામાન્ય વ્યકિતથી માંડીને સિદ્ધ પુરુષ્ા સુધીની યાત્રા દરમિયાન બહોળો અનુયાયી વર્ગ ધરાવતા હતા. નારાયણબાપુએ કારતક સુદ-૭ ને શનિવારે સવારે ૯.૨૦ વાગે દેહત્યાગ કરતાં ભકતોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

શનિવારે સવારથી યાત્રાધામ તાજપુરામાં બાપુનાં અંતિમ દર્શનાર્થે માનવમહેરામણ ઊમટી પડયું હતું. હૈયેહૈયું દળાય તેવી ભીડ ઊમટી પડી હતી. આજુબાજુનાં ગામો ઉપરાંત રાજયભરના ભાવિકોનો બાપુની વસમી વિદાયના પારાવાર દુખ સાથે અંતિમ દર્શનાર્થે ધસારો રહ્યો હતો. ભકતોના ધસારાને જોતાં સવારથી મોડી રાત સુધી બાપુના અંતિમ દર્શનની વ્યવસ્થા ગોઠવવી પડી હતી. મોડી રાત સુધી બાપુની રૂમમાં જ દર્શનની વ્યવસ્થા ગોઠવાયા બાદ વહેલી સવારે બાપુના નશ્વર દેહને સત્સંગ હોલમાં લાવવામાં આવ્યો હતો. જયાં ભાવિકોએ સતત ભજન અને ધૂનની રમઝટ બોલાવી હતી.

અંતિમવિધિ માટે તૈયાર કરાયેલી જગ્યાં અને સત્સંગ હોલ ભાવિકોથી ચિકકાર ભરાઇ ગયો હતો. આંખમાં વહેતી અશ્રુધારા સાથે ઉપસ્થિત ભાવિકો પોતાના દુ:ખને ખાળી શકયા ન હતા. નવ વાગે બાપુના પરિવારજનોએ અંતિમ આરતી ઊતારી ત્યારે વાતાવરણમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. બાપુને શ્રદ્ધાંજલિ આપવા મુખ્યમંત્રી સહિત અનેક રાજકીય અગ્રણીઓ, આસારામજી તેમજ સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમણે બાપુના દેહ પર પુષ્પો ચડાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી.

નારાયણબાપુનાં અંતિમ દર્શન અર્થે મુખ્યમંત્રી હવાઇ માર્ગે વડોદરા આવ્યા બાદ મોટર માર્ગે વહેલી સવારે તાજપુરા આવી પહોંરયા હતા. મુખ્યમંત્રીએ સીધા સત્સંગ હોલમાં જઇ બાપુના નશ્વર દેહને પુષ્પાંજલિ અર્પી હતી. ત્યાર બાદ સંતશિરોમણિને શબ્દાંજલિ અર્પવા ઊભા થયેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું઼ કે પૂ.નારાયણબાપુ હવે આપણી વરચે નથી. તે આઘાતજનક બાબત છે. આટલું બોલતાં જ ભાવુક બની ગયેલા મુખ્યમંત્રીના ગળે ડૂમો ભરાઇ આવતાં આંસુ ખાળી શકયા ન હતા. જોકે થોડી જ ક્ષણોમાં તરત સ્વસ્થતા કેળવી મોદીએ વધુમાં જણાવ્યું઼ હતું કે બાપુનું શરીર ભલે આપણી વરચે નથી પરંતુ તેમણે પ્રગટાવેલી ધાર્મિક ચેતનાની જયોત આપણા સોૈ માટે પથદર્શક બની રહેશે.

સવારે પોણા દસે નારાયણબાપુના દેહને અંતિમ સંસ્કાર માટે સામેના પટાંગણમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે ચરણસ્પર્શ માટે ભકતોના ધસારાથી એક તબકકે પોલીસ પણ ડઘાઇ ગઇ હતી. ‘જય નારાયણ’ના જયઘોષ્ા અને શંખનાદ વરચે અંતિમવિધિની તૈયારી થતાં જ ઉપસ્થિત ભાવિકો પોતાનાં આંસુ ખાળી શકયાં ન હતાં. કેટલીક મહિલાઓ તો ધ્રુસકે ધ્રુસકે બાપુના નામની પોક મૂકી રડી પડી હતી. હજારો આંખોમાં અશ્રુનાં ઘોડાપૂર ઉમટી પડયાં હતાં. બાપુના દેહને ચિતા પર ગોઠવ્યા બાદ ૫૧ બ્રાહ્મણોએ વૈદિક મંત્રોરચાર સાથે અંતિમવિધિ કરી હતી. બાપુના બે વયોવૃદ્વ પુત્રોએ અગ્િનદાહ આપતાં સંત શિરોમણિ નારાયણ બાપુનો દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો હતો.

બાપુ જયારે હયાત હતા ત્યારે સત્સંગ પૂણર્ થવાના ટાણે કાયમ બે હાથ ઊંચા કરાવી જયઘોષ્ા કરાવતા હતા. આજે બાપુના અંતિમ સંસ્કાર ટાણે ઉપસ્થિત મેદનીએ બે હાથ ઊંચા કરી બાપુના તેજોમય વ્યકિતત્વને આખરી સલામ ભરી હતી.

Advertisements

Comments on: "Jay Narayan Bapu! – Tajpura" (1)

  1. jaynarayan to all in ashram. i am daughter of lilamasi from usa. we are very happy to see bapuji information

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: