Jaynarayan Group's Blog


મકરસંક્રાંતિ અર્થાત ઉત્તરાયણ

મકરસંક્રાતિને લોકો ઉત્તરાયણ તરીકે પણ ઓળખે છે. પોષ મહિનામાં સૂર્યનો મકરરાશિમાં પ્રવેશ થાય છે. તેથી તેને મકરસંક્રાંતિ કહે છે. વળી, આ સમયે સૂર્ય પોતાની પૃથ્‍વી આજુબાજુની પરિભ્રમણ દિશામાં પણ પરિવર્તન કરી થોડો ઉત્તરદિશા તરફ ખસે છે. આમ, ઉત્તર તરફ ખસવાને કારણે આ ઉત્‍સવને ઉત્તરાયણ તરીકે પણ ઓળખવામાં આવે છ. અહિં સંક્રમણ એટલે મુળ જગ્‍યાએથી બીજી દિશા તરફ પ્રયાણ કરવું અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવું સુર્ય મકરરાશિમાં પ્રવેશતા જ તેજોમય બને છે અને અંધારું ધીમે-ધીમે ઘટવા લાગે છે. સુર્યનું આ સંક્રમણ માનવજાતને પણ એટલું જ લાગુ પડે છે. જેમ-જેમ સમયચક્ર આગળ વધે છે તે જ રીતે પરીવર્તન કરવું જરૂરી છે. સમયનાકદમ સાથે તાલ ન મિલાવનાર ફેંકાઇ જાય છે. અહિં સંક્રમણનો એક અર્થ વિકાસ પણ છે. માણસે જે નિરર્થક અને બાધારૂપ હોય તે જુની બાબતો છોડીને નવી બાબતોને અપનાવતા રહેવું પડે છે. સળગ માનવજાત માટે કર્મયોગી બનેલો સુર્ય જે રીતે પરિવર્તનનો માર્ગ પકડે છે તેજ રીતે આપણે પણ અજ્ઞાન રૂપી અંધકાર છોડીને જ્ઞાનરૂપી પ્રકાશ તરફ પ્રયાણ કરવું જોઈએ કારણકે જો જ્ઞાન આવશે તો આપણે સારા-નરસાનો ભેદ જોઈ શકીશું. મકરસંક્રાતિમાં સંક્રાંતિ એટલે કે સમ્‍યક ક્રાંતિનો પણ સમાવેશ થાય છે. ક્રાંતિમાં હિંસાનો ઉપયોગ પણ થતો હોય છે. પરંતુ સંક્રાંતિમાં તો વિચારોને પરિવર્તન કરવાની વાત છે. આમ, ક્રાંતિ કરતા સંક્રાતિમાં બુધ્ધિ અને સમજદારીને વધુ મહત્‍વ આપવામાં આવ્‍યુ છે. સંક્રાતિનો બીજો અર્થ સમુહ-ક્રાંતિ પણ થાય છે. અહિં સમુહ એટલે કે સંઘ કે સંગઠન, લોકો એકત્રિત થઈને કોઈ કાર્ય હાથમાં લે તો ગમે તેવા કપરા કાર્યો પણ પાર પડી શકે છે. કારણકે સંગઠન એ અનેક શક્તિઓની કરોડ રજજુ છે, જે અશકયને શકય બનાવે છે. આ બધામાં પરિવર્તન માટે હાથ ધરેલા કાર્યની દિશા સૂર્યની જેમ પ્રકાશ તરફ એટલે કે અસતમાંથી સત્ તરફ જવાની હોવી જોઈએ તો જ તેનું મહત્‍વ જળવાઈ રહે. આ સંક્રાંતિને સંગ ક્રાંતિ તરીકે પણ ઓળખી શકાય. અહિં સંગ એટલે કે રાગ-દ્રેષ, મોહ-માયા, લોભ, અભિમાન વગેરેને છોડી માનવતા, પ્રામાણિકતા, શુધ્‍ધ આચાર, વિચાર, સત્‍ય, સતકર્મો પ્રભુ ભક્તિ વગેરેનો સંગ એટલે કે સતનો સંગ કરવો, મહાભારતમાં અર્જુને શ્રી કૃષ્‍ણનો સંગ કરી પોતાના લક્ષ્‍યો હાંસલ કર્યા હતા. બીજી બાજુ તેનો જ ભાઈ કર્ણ દુઃર્યોધન અને દુઃશાસન જેવાની કુસંગતિને કારણે પોતે અર્જુન જેવો જ વીર હોવાં છતાં પતન પામ્‍યો આમ સંગ હોવો જોઈએ પરંતુ કૂસંગ નહિ.
આમ, મકરસંક્રાંતિ સમગ્ર્ માનવજાતને અંધકારમાંથી પ્રકાશ તરફ પ્રયાણ કરવા અર્થાત અસતમાંથી સત તરફ સમજદારીપૂર્ણ ક્રાંતિ એટલે કે સંક્રાતિ, સુસંગ, આમૂદાયિક શક્તિ વગેરેનો આપણને મહિમા જણાવે છે.

મકર સંક્રાન્તિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઊં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઊંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભિષ્મપિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ જયંતિ તરિકે પણ ઉજવવામાં આવે છે.

ગુજરાતની ઉત્તરાયણ વિશે તો એટલુ જ કહેવુ છે કે 

હે…………અનેરો ઉત્સાહ લઈને આવી ઉત્તરાયણ રે,
હો દોરાને સંગ અને પતંગોને સંગ કેવી સજી રે ઉત્તરાયણ રે
ઊંધિયુ ને સેવ સાથે, ફાફડા જલેબી સાથે કેવા થયા ધેલા ગુજરાતીઓ રે………જી રે કેવા ધેલા થયા ગુજરાતીઓ રે.

(માહિતી:- ગુજરાતી વેબદુનિયા અને વિકિપીડિયા)

Advertisements

Comments on: "મકર સંક્રાંતિ (ઉત્તરાયણ)" (1)

 1. Vijay bhai,

  Jay Narayan.
  I am in chicago and MY child hood vacation was in Tajpura My Guru is Shree Narayanbapu.
  Gana samay pachi Pujya Bapuji na darshan thaya.

  Tamaro makar sankriti blog gano informative che.

  Rajeshwari Jani

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: