Jaynarayan Group's Blog

કબીરવડ પ્રવાસ – ૧૯૮૫


This slideshow requires JavaScript.

       કબીરવડ
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પહાડ સરખો,નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હ્રદે ધ્યાન ધરતો,સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરાભગતમાં,પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જતે;
મળી મૂળિયાંમાં, ફરી નીકળી આવે તરુરૂપે,થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કહી રહે. 

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાંવડોથી ઊંચાં છે, ખીચખીચ ભર્યાં પત્રથી ઘણાં;
ઘણા આંબા ભેગા, વળી ઘણીક સીતાફળી ઊગે,બીજાં ઝાડો છોડો, વડની વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભનુ, અતિશ મથે ભેદી નવશકે,ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિય;
ખૂલી બાજુઓથી, બહુ પવન આઅવે જમીનને,કરે ચોખ્ખી રૂડે, પછી મિત થઈને ખુશી કરે.

ઘણાં જંતુ પંખી, અમળ સુખ પામે અહીં રહી,ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શિકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,હજારો લોકોને, અડચણ સમાતાં અહીં નહિ.

અહીંયાંથી જોવે, ચકચકતી વ્હેતી નદી દૂરે,પશુ કો જોવાં જે, અહીતહીં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,દિલે વાયુ લેવો, સુખ નવ હીણ લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણીક ફરવાને ગલી થઈ,બખોલો બંધાઈ, રમણીય બહુ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશી થકી રમે લાલ લટોના,નિરાંતે જેમાં તો, ખુશી થકી રહે જોગી જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,વળી રાતા ટેટા, ચૂસી બહુ જીવો પેટ ભરતા;
પડે બાજુએથી, બહુ ખુશનુમા રંગકિરણો,નીચે ચળકે તડકે, બરફ સરખાં ઠારથી પડો.

ઠરી મારી આંખો, કબીરવડ તુને નીરખીને,ખરી પાપી બુદ્ધિ, ખરી જ રૂડી જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભીર વડ તુંથી નરમદા,કૃતાર્થી મોટો હું, દરશન વડે છું નરમદા

                 - નર્મદ

ગુજરાતમાં નદી કિનારે આવેલું કબીરવડ – શુક્લતીર્થ એક રમણીય અને પવિત્ર સ્થળ છે. નાના – મોટા સૌને ગમે તેવી આ જગ્યા છે. શુક્લતીર્થ ભરૃચથી ૧૫ કિ.મી. નર્મદાને કાંઠે આવેલું સૌંદર્ય સ્થળ તો છે જ સાથે પવિત્રમાં પવિત્ર યાત્રાનું સ્થળ પણ છે.

બેટની ઉપર દુનિયાના મોટામાં મોટા વૃક્ષ તરીકે ગણાતા એક ચોરસ માઈલના વિસ્તારમાં ફેલાયેલો,જમાનાથી ઊભેલો કબીરવડ અને આસપાસમાં આવેલાં તીર્થક્ષેત્રો આ સ્થળનું મુખ્ય આકર્ષણ છે. દંતકથા તો કહે છે કે કબીરવડ એ વડવાઈના દાતણની ચીર નાખી ને વડ વિસ્તર્યો. પણ મર્મનું સત્ય તો પારખી શકાય છે એ વિશાળ વડના અવશેષમાં. કેવો હશે એ જ્યારે ખંડિત નહીં હોય. જોયા વગર માત્ર વર્ણનથી તો તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ઘણા સાહિત્યકારોએ તેના વિશે ઘણું લખ્યું છે, તેમાંથી પ્રેરણા લઈને લખ્યું છે. નર્મદે લખ્યું છે, ‘ભૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પા’ડ સરખો ! નદી વચ્ચે ઊભો નિર્ભયપણે એકસરખો !’

શંકરાચાર્યએ તેના વિશે અષ્ટક લખ્યું છે જે ખૂબ જ જાણીતી નર્મદા સ્તુતિ છે, ‘નમામિ દેવી નર્મદે’. ગુજરાતનું પ્રથમ સોનેટ પ્રકારનું કાવ્ય લખનારા ભરૃચના કવિ બ.ક. ઠાકોરે ‘ભણકારા’પણ નર્મદાની પ્રેરણાથી જ લખ્યું છે. શુક્લતીર્થ પછી આવે છે ભૃગુકચ્છ, ભૃગુઓની ભૂમિ છે. ભગવાન લકુલેશના કાયાવરોહણ તીર્થની નર્મદા પોષિત પુરાણકથાની જેમ ભૃગુકચ્છની કથાય આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો છે.

શુક્લતીર્થ પાસે આવેલો કબીરવડનો બેટ નદીની સપાટીથી થોડોક જ ઊંચો છે. ત્યાં ફરી બોટ દ્વારા જઈ શકાય છે. શુક્લતીર્થની બાજુમાં થોડે છેટે કાળીતીર્થ, ઓમકારેશ્વરતીર્થ, શુક્લતીર્થ એમ ત્રણ તીર્થો આવેલાં છે. તેમાં શુક્લતીર્થ પાપવિમોચન માટે પૃથ્વી પરનું પવિત્રમાં પવિત્ર સ્થળ મનાય છે. અણહિલવાડ પાટણના રાજા ચામુંડે તેના શેષ દિવસો અહીં પસાર કરેલા. અહીં દર વરસે કાર્તિકી પૂર્ણિમાએ પાંચ દિવસ સુધી ચાલતો મેળો ભરાય છે. આ સ્થળને વિહારઘામ તરીકે વિકસાવવામાં આવ્યું છે અને ત્યાં પર્યટનાર્થીઓને રહેવા માટેની સગવડ કરવામાં આવે છે.

http://wikimapia.org/#lat=21.7615574&lon=73.1423271&z=18&l=0&m=bAdvertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: